new

આગામી શૈક્ષણિક સત્રથી યુનિફોર્મ અને સ્‍ટેશનરીમાં 15%નો ભાવ વધારો

અમદાવાદ, 16 એપ્રિલ


સમયની સાથે દિવસ-દિવસે શિક્ષણ પણ મોંધુ બની રહ્યું છે. નર્સરીથી શરૂ કરીને ધો.૧૨ સુધીનું શિક્ષણ ટયૂશનનો ઉમેરો થતાં વધુ મોંધુ બન્‍યું છે. રાજ્‍યભરમાં આવેલી મોટાભાગની ખાનગી શાળાઓના નિયમ મુજબ જેતે શાળામાં ભણતા વિદ્યાર્થીએ યુનિફોર્મ, બૂટ-મોજાં, સ્‍ટેશનરી, આઈકાર્ડ તેમજ પુસ્‍તકોની ખરીદી સ્‍કૂલમાંથી જ કરવાનું ફરજિયાત બની ગયુ છે. નવું એડ્‍મિશન લેનાર વિદ્યાર્થીએ પણ આજ નિયમને પણ ફોલો કરવો પડે છે. આગામી શૈક્ષણિક સત્રથી ખાનગી શાળાઓમાં ૧૦થી ૧૫ ટકાનો ફી વધારો તો લાગુ થઈ જ રહ્યો છે પરંતુ તેની સાથે સાથે સ્‍ટેશનરી અને યુનિફોર્મ સાથે જોડાયેલ તમામ ચીજવસ્‍તુઓ ઉપર ૧૦થી ૧૫ ટકા ભાવ વધારો ચૂકવવાની તૈયારી તમામ વાલીઓએ રાખવી પડશે.

સામાન્‍ય રીતે દર વર્ષે ૧૦ ટકા જેટલો ફી વધારો કરવાની મંજૂરી તંત્ર દ્વારા અપાઈ છે પરંતુ બીજી તરફ શાળા સંચાલકો દ્વારા વધુમાં વધુ કેટલો વધારો કરવો તે અંગેની ચર્ચા પણ ચાલી રહી છે. આ ફી વધારાની સમસ્‍યા વચ્‍ચે વાલીઓને આગામી વર્ષથી વધુ ફી ચૂકવવા ઉપરાંત શાળાઓમાં યુનિફોર્મ, સ્‍ટેશનરી વગેરે ચીજવસ્‍તુઓનો ૧૦થી ૧૫ ટકાના ભાવ વધારાનું ભારણ વધશે. જેના કારણે વાલીઓની હાલત કફોડી બનશે. હાલમાં પ્રાપ્‍ત માહિતી અનુસાર બોર્ડની પરીક્ષાઓ પૂરી થવાની સાથે જ પ્રાથમિક ધોરણ તેમજ નવ ધોરણની શાળાકિય પરીક્ષાઓ ચાલી રહી છે.

એસી ક્‍લાસરૂમ અને નવાં સાધનો સુવિધાના ભાગરૂપે આપવામાં આવતા હોવાના કારણે નવો ચાર્જ વસુલવામાં આવતો હોય છે. કમ્‍પ્‍યૂટર ક્‍લાસ અન્‍ય એક્‍ટિવિટીના પૈસા તો જુદા વસૂલાય જ છે પરંતુ વર્ષની શરૂઆતમાં ફરજિયાત પણે લેવાની થતી યુનિફોર્મ સહિતની ચીજવસ્‍તુઓ અને પુસ્‍તકો તેમજ શાળાની ફી તમામમાં વાલીઓએ પોતાનાં ખિસ્‍સાંમાં કાપ મુકીને ફરજિયાત ૧૦થી ૧૫ ટકાનો વધારાનો માર સહન કરવો પડશે.

Post a Comment

0 Comments